logo1
logo2

Thalassemia

થેલેસીમિયા શું છે….?

લોહીમાં રક્તકણ તુટેલા હોય તો એ થેલેસીમિયા મેજરનાં લક્ષણ છે અને પ્રમાણમાં નાના હોય તો એ થેલેસીમિયા માઈનર જન્મથી જ હોય છે અને જીવનપર્યત રહે છે. થેલેસીમિયા માઈનર એ રોગ નથી, પરંતુ થેલેસીમિયા મેજર એ જીવલેણ રોગ છે. પતિ-પત્ની બન્ને થેલેસીમિયા માઈનર હો.ય તો તેમનું સંતાન થેલેસીમિયા મેજર થવાની પૂરેપુરી શક્યતા છે. દવા કે ઓપરેશનથી થેલેસીમયા મેજરનાં દર્દીને બચાવી શકાતાં નથી.

થેલેસીમિયા માઈનર વિશે ઘણા લોકો જાણતા નથી. થેલેસીમિયા શું છે, એ વિશે જાણકારી અપતો પ્રચાર, રક્ત પરીક્ષણ માટે યુવાવર્ગમાં, જાગૃતિ, દરેક તબક્કે માર્ગદર્શન મેળવવાની તત્પરતા જ થેલેસીમિયાનો અંત આણી શકશે. જ્યાં સુધી લોહીની ચકાસણી ન કરવો ત્યાં સુધી એ વિશે જાણી શકાતું નથી. થેલેસીમિયા દુનિયાનાં અનેક દેશોમાં જોવા મળે છે. ખાસ કરીને ગુજરાતમાં સીંધી, લોહાણી, કચ્છી, મુસ્લિમ, પટેલ અને બ્રાહ્મણોમાં તે વિશેષ જોવા મળે છે.

સગાઈ પહેલા જરૂરી દરેક તપાસમાં થેલેસીમિયાની તપાસ વધુ જરૂરી.

થેલેસીમિયા મેજર

  • આ બાળક વિકૃત અને મોંગોલિયન જેવું કેમ લાગે છે ? કારણ કે આ બાળક થેલેસીમિયા મેજર છે.
  • થેલેસીમિયા માઈનર અને થેલેસીમિયા મેજર બન્ને આનુવંશિક ખામીથી થાય છે.થેલેસીમિયા બાળકોની શક્યતા ક્યારે ?
  • જ્યારે માતાપિતા બન્નેમાંથી કોઈપણ એક થેલેસીમિયા માઈનર હોય ત્યારે ૫૦% બાળકો સામાન્ય અને ૫૦% બાળકો થેલેસીમિયા માઈનર જન્મવાની શક્યતા છે.
  • જ્યારે માતાપિતા બન્નેમાંથ કોઈપણ એક થેલેસીમિયા માઈનર હોય ત્યારે ૨૫% થેલેસીમિયા મેજર અને ૫૦% બાળકો થેલેસીમિયા માઈનર જન્મવાની શક્યતા છે.
  • થેલેસીમિયા માઈનર યુગલે એ જાણવું જરૂરી છે કે તેમને ગમે તેટલાં બાળકો હોય તો પણ દરેક પ્રસૂતિ વખતે તેમનું બાળક થેલેસીમિયા મેજર હોવાની શક્યતા રહેલી છે.
  • થેલેસીમિયા – પરીક્ષણની અગમચેતી આપને મુશ્કેલીઓના પહાડથી બચાવે છે.

થેલેસીમિયા મેજર : કરૂણતાની અવધિ

થેલેસીમિયા મેજર બાળક જન્મથી જ ઊણપને કારણે પૂરતા રક્તકણો બનાવી શકતું નથી. જન્મે ત્યારે સામાન્ય જણાતું આ બાળક ૩ અને ૧૮ મહિના વચ્ચે એનિમિક થઈ જાય છે, તે ફિક્કુ લાગે છે, બરાબર સૂઈ શકતુ નથી. તેને ખાવું ગમતું નથી અને ઘણાં તો ખાધેલું ઓકી કાઢે છે. થેલેસીમિયા મેજર બાળક લોહી વિના બચતું નથી. લોહી આપવાથી આડઅસર થાય છે. લોહતત્વનું પ્રમાણ શરીરમાં વધી જાય છે. લોહીમાંથી લોહતત્વ જુદું પાડી શકાતું નથી. આથી જનનેન્દ્રિયને નુકશાન થાય છે ને લીવર પહોળું થાય છે.

થેલેસીમિયા મેજર બાળકને DESFERAL ઈન્જેક્શન આપવાં પડે છે. એક ઈન્જેક્શન આપતાં આઠ કલાક લાગે છે. સપ્તાહમાં આવાં ૫ ઈન્જેક્શન પગલમાં કે પેટમાં આપવાં પડે છે. રાત્રે સૂતી વખતે આપાતા એક ઈન્જેક્શનની કિંમત રૂ. ૨૧૦ છે. મહિને ૨૦, વર્ષે ૨૪૦ અને ૨૦ વર્ષમાં આશરે, ૫૦૦૦ ઈન્જેક્શન આપવામાં લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. આ ઈન્જેક્શનનાં પંપની કિંમત રૂ. ૧૫૦૦૦ છે. અંદાજે રૂ.૨૦ લાખના ખર્ચ પછી કુટુંબ પાયમાલ થઈ જાય છે. છતાં બાળક બચતું નથી. મોટા ભાગનાં થેલેસીમિયા મેજર બાળકો જીવનના પહેલા બીજા દશકામાં મૃત્યુ પામે છે.

થેલેસીમિયા મેજર બાળક તો રિબાય જ છે, તે સાથે આખું કુટુંબ યાતનામાય જીવન વિતાવે છે.

થેલેસીમિયા મેજર કેમ અટકાવશો ?

થેલેસીમિયા મેજરને અટકાવવા માટે પ્રચાર-ઝુંબેશ અને રક્ત-પરીક્ષણ એ બે વાત સોથી વધુ મહત્વની છે. સગાઈ પહેલાં થેલેસીમિયા-પરીક્ષણ ફરજિયાત બનાવવા ધારો લાવવાની ઝુંબેશને ટેકો આપવો જોઈએ. પરણનાર યુગલ સગાઈ પહેલાં જ થેલેસીમિયા-પરીક્ષણ કરાવી લે એ માટે તેમને માર્ગદર્શન મળવું જોઈએ. ભવિષ્યમાં મા-બાપ બનવાનાં હોય એવાં યુગલોને પણ માર્ગદર્શન મળી રહે એવી વ્યવ,થા ફરજિયાત બનાવવી જોઈએ.

થેલેસીમિયા મેજર બાળક જેમને ત્યાં જન્મે એ વ્યક્તિ તેમજ કુટુંબ સામાજિક અને આર્થિક રીતે પાયમાલ થઈ જાય છે. થેલેસીમિયા મેજરની સારવાર અત્યંત ખર્ચાળ છે. આર્થિક રીતે સાધારણ અને નબળા લોકોની પહોંચ બહાર છે. થેલેસીમિયા મેજર રોકવા માટે સ્થાનિક કક્ષાએ રક્ત પરીક્ષણ માટે કેન્દ્રો ખોલવાની જરૂર છે. થેલેસીમિયા મેજર અટકાવવાની દિશામાં સૌથી વધુ મહત્વનું પગલું છે રક્ત-પરીક્ષણ જે તમને મુસીતબતોના પહાડથી બચાવી શકે છે.

Contact Us

We're not around right now. But you can send us an email and we'll get back to you, asap.