logo1
logo2

Blood Bank

યુવા સંસ્થા જુનિયર ચેમ્બર ઈન્ટરનેશનલ સંસ્થાનું અવિભાજ્ય અંગ કે જેની તા.07-09-1975 ના રોજ મહેસાણા જેવા નાનકડા શહેરમાં “મહેસાણા જુનિયર ચેમ્બર” ના નામથી શરૂઆત કરવામાં આવી. જેનું મુખ્ય ધ્યેય શહેરના તથા આસપાસના યુવાનોના વ્યક્તિત્વ વિકાસ થકી સમાજનો અને શહેરનો વિકાસ કરવાનો હતો. આ પ્રવૃત્તિઓ વેગવંતી રાખવા ના હેતુથી મહેસાણા શહેર તેમજ આજુબાજુના લોકોને કાયમી રીતે મદદરૃપ થવા માટે સેવાકીય કાયમી પ્રોજેકટ શરૂ કરવાના હેતુથી 1981 માં મહેસાણા જેસીસ ચેરીટેબલ ટ્રસ્ટ ની સ્થાપના કરવામાં આવી. આ ટ્રસ્ટબોર્ડ ના નેજા હેઠળ ધી. મહેસાણા નાગરીક સહકારી બેંક લી. મહેસાણા ના સહયોગ થી ચક્ષુબેન્ક ની શરૂઆત કરવામાં આવી.

માનવ લોહીની જરૂરીયાત વિષે સામાન્ય માણસમાં વર્ષોથી સમજ કેળવાઈ છે. અને લોહીના મહત્વ વિશે ખૂબ જ સારી સભાનતા લોકોમાં છે. મહેસાણા શહેરમાં વર્ષોથી લોહીની જરૂરીયાત ને પહોંચી વળવા સેવાભાવી લોકો વ્યક્તિગત રીતે કાર્ય કરતા હતા અને મહેસાણા શહેરમાં એક બ્લડબેંક હોય એવી લાગણી વર્ષો સુધી લોકોમાં ઘુટાતી રહી. પરંતુ આવી સંસ્થાના મહત્વની સાથે સાથે સંસ્થાની જવાબદારી અને કાર્યની ગંભીરતાનો વિચાર કરી કોઈ સેવાભાવી સંસ્થા આ ભગીરથ કાર્ય કરવાનું બીડુ ઝડપી શકી નહોતી. તેવા સંજોગોમાં યુવાનોની આ સંસ્થા મહેસાણા જુનીયર ચેમ્બર (મહેસાણા જેસીઝ) ના ચેરીટેબલ ટ્રસ્ટે આ પડકાર રૂપ કાર્ય શરૂ કરવાનું નક્કી કર્યું. અને સને ૧૯૮૪ માં જેસીઝ ની મહત્વની જેસી-આસ્થા “Service to Humanity is the best work of Life” ને સાર્થક કરતી વોલન્ટરી બ્લડબેંક ની નાના પાયે શરૂઆત કરી વર્ષ ૧૯૮૪ થી ૨૦૦૯ દરમ્યાન સંસ્થાના સમર્પણ ને વરેલા એવા ચેરમેનશ્રીઓ, ટ્રસ્ટીઓ, પ્રમુખશ્રીઓ તેમજ સંસ્થાના અન્ય કટીબદ્ધ સભ્યશ્રીઓના સમર્પણ ના પરીણામ સ્વરૂપ આ સંસ્થા ખૂબ જ ફુલી-ફાલી અને અનેક નામી-અનામી દાનવીરોની સાથે શહેરની માતબર અને અગ્રગણ્ય સહકારી બેંક “ધી સર્વોદય કોમર્શીયલ કો. ઓ. બેંક લી” એ પોતાનું નામ આપી હુંફ આપી.

મહેસાણા શહેર તથા આજુબાજુના તેમજ સમગ્ર ઉત્ત ગુજરાતના લોકોને જરૂરીયાત પ્રમાણે આકસ્મિક અને કપરા સંજોગોમાં અમૂલ્ય માનવ રક્ત મળી રહે તે માટે રક્તદાન અને ચક્ષુદાન માટે જાગૃતિ લાવવા માટે પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી. શરૂઆતમાં નાના પાયા પર શરૂ થયેલી આ પ્રવૃત્તિઓ ધીમે ધીમે વેગવંતી બની અને લોકોની જરૂરીયાતને ધ્યાનમાં લઈને તેનો વિકાસ કરાતો ગયો. આજે આ પ્રવૃત્તિ મોટા વટવૃક્ષ સમાન બનીને સેવાની તથા વિકાસની સુવાસ ચારે દિશાઓમાં પ્રસરાવી રહેલ છે. તેમાં હોલ બ્લડ સાથે લોહીના ઘટકો છૂટા પાડીને જરૂરીયાત પ્રમાણેના ઘટકો જરૂરીયાતમંદો ને આપવા સાથેની અદ્યતન ટેકનોલાજી અપનાવીને “No Profit No Loss” આધારીત કાર્ય કરી રહી છે.

અમારી આ સેવાકીય પ્રવૃત્તિને વેગવંતી બનાવવામાં તથા ઉત્સાહને વધારવામાં ગુજરાતની રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની આર્થિક મદદ તથા અન્ય સહાય મહત્વની બની રહી છે અને આ સંસ્થા “મહેસાણા જેસીસ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વોલન્ટરી બ્લડ બેંક” એ છેલ્લા ૨૫ વર્ષોમાં પ્રગતિની હરણફાળ ભરી સમગ્ર ગુજરાતના રાજ્યમાં એક મહત્વની બ્લડબેંક અને ઉત્તર ગુજરાત માં એક નજરાણું કહી શકાય તેવું સ્થાન હાંસલ કરેલ છે.

Contact Us

We're not around right now. But you can send us an email and we'll get back to you, asap.